Top In Ahmedabad

માનસી પારેખથી લઇને…! ફિલ્મ પ્રમોશનમાં ભાન ભૂલેલા ગુજરાતી સ્ટારકાસ્ટ વિવાદમાં, જુઓ જોખમી સ્ટંટ

ગુજરાતમાં હાલ ગુજરાતી ફિલ્મોનો દોર પુરવેગે ચાલ્યો છે. લગભગ દર શુક્રવારે એક ગુજરાતી ફિલ્મ થિયેટરમાં રીલીઝ થાય છે. આવતીકાલે 31 ઓકટોબરના રોજ વધુ એક ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ રીલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે.

View this post on Instagram

A post shared by G U J B O X – films – Box office collection (@gujbox.in)

કોઈપણ ફિલ્મ રીલીઝ થાય એટલે તે ફિલ્મના સ્ટાર્સ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે અવનવા પ્રયોગ કરતાં હોય છે. મઆતર બૉલીવુડ સ્ટાર્સ જ નહીં પણ હવે તો ગુજરાતી ફિલ્મના સ્ટાર્સ પણ પોતાની ફિલ્મને રીલીઝ પ્રમોટ કરવા માટે અવનવા પ્રયોગ અને પેંતરા અપનાવે છે. આવતીકાલ એટલે કે 31 ઓકટોબરના રોજ ખૂબ જાણીતા કલાકાર એવા ટિકુ તલસણિયા, માનસી પારેખ અને રોનક કામદારની ફિલ્મ ‘મિસરી’ રીલીઝ થઈ રહી છે. અને હાલ આ ત્રણેય સ્ટાર્સ છેલી ઘડી સુધી તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તેમના ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે આ કલાકારોએ અમદાવાદના રસ્તા પર બાઇક પર સ્ટંટ કરીને પ્રમોશન કરવાનું નક્કી કર્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ પોલીસે આ વાતની નોંધ લીધી હતી. અને હવે અમદાવાદ પોલીસે આની સામે કાર્યવાહી શરૂ કરી છે.

પણ અંહિયા મુખ્ય વાત એ છે કે આ કલાકારો પોતાની ફિલ્મને પ્રમોટ કરવાના ચક્કરમાં તમામ ટ્રાફિકના નિયમ અને સુરક્ષાને નેવે મૂકીને સ્ટંટ કરતાં જોવા માળીયા હતા. એક્ટ્રેસ અને સિંગર માનસી પારેખ બાઇક ઉપર સવાર હતા અને તે પણ હેલમેટ પહેર્યા વગર, અને વગર હેલ્મેટે તે ફૂલ સ્પીડમાં ચાલતી બાઇક પર સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે ફિલ્મ પ્રમોશનની આ કઈ રીત છે? ફિલ્મને પ્રમોટ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર આ ફિલ્મ સ્ટાર્સ આવી રીતે સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તે કેટલા અંશે યોગ્ય છે??? જો આ ફિલ્મ સ્ટાર્સ કે જેમના લાખો ફોલોઅર્સ છે તે જ આ રીતે જાહેરમાં છડેચોક નિયમોનો ભંગ કરશે તો બીજા લોકો તેમની પાસેથી શું શિખશે??

  • શું ફિલ્મ સ્ટાર્સને આ રીતે ફિલ્મ પ્રમોટ કરવાની પરમીશન મળે છે? જો હ, તો એ કેટલી યોગ્ય અને જો ના તો શું તેઓ ફિલ્મ સ્ટાર્સ છે એટલે તેમને કશું પણ કરવાની છૂટ મળી જાય છે?
  • આ ફિલ્મ સ્ટાર્સ કે જેમને આજની યંગ જનરેશન ફોલો કરે છે તેમના માટે આ કેવા પ્રકારનો દાખલો બેસાડે છે?
  • શું આ જ રીતે ફિલ્મનું પ્રમોશન થાય?
  • કે પછી ફિલ્મ પ્રમોશનના ઉત્સાહમાં આ એક્ટર્સ ભાન ભૂલી જાય છે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button