રાષ્ટ્રીય એકતા દિવસ પર PM મોદીનું સંબોધન, સરદાર સાહેબે અખંડ ભારતનો રચ્યો ઈતિહાસ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સવારે 8:10 વાગ્યે વડાપ્રધાન કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. દેશના એકીકરણમાં સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરી.
મહત્વનું છે કે, ભલે સવારથી એકતાનગર વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હોય, તોય પણ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. પુષ્પાંજલિ અર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ‘એકતા પરેડ’માં હાજરી આપી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “કાશ્મીર આર્ટિકલ 370ની ઝંઝીરોને તોડતા મુખ્ય ધારા સાથે જોડાઇ ગયું છે. ઓપરેશન સિંદૂરમાં આખી દુનિયાએ જોયું કે જો આજે કોઇ ભારત પર આંખ ઉઠાવે છે તો ભારત તેને ઘુસીને મારશે. ભારતનો દર વખતે જવાબ પહેલા વધારે મોટો અને નિર્ણાયક હોય છે. આ ભારતના દુશ્મનો માટે પણ સંદેશ છે.”




