અમદાવાદમાં આતંકવાદીઓ લાખો લોકોનાં જીવ લેવાની ફિરાકમાં હતા


ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ અનેક ઘટસ્ફોટ થઇ રહ્યા છે. આ આતંકવાદીઓ ખુરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા ડોક્ટર મોહિયુદ્દીન, લખીમપુર ખીરીના સોહેલ અને શામલીના આઝાદ સૈફીએ કબૂલાત કરી હતી કે, તેઓ અમદાવાદ, નવી દિલ્હી અને લખનૌના મુખ્ય મંદિરોમાં આવતા ભક્તોને ‘પ્રસાદ’થી મારી નાખવાની ફિરાકમાં હતા. પ્રસાદમાં ઘાતક રસાયણ “રાઈઝીન” ભેળવીને લાખો લોકોને હણવાની ફિરાકમાં હતો.
ગુજરાત ATS પકડેલા આતંકી અંગે મોટા ખુલાસા થયા છે. આતંકી ડો.અહેમદ સૈયદ એક વખત દિલ્હી ગયો હતો. જુલાઈ મહિનામાં આતંકી અહેમદ સૈયદ દિલ્હી ગયો હતો. ગુજરાત ATS ટીમ આતંકી અહેમદ સૈયદને લઈને દિલ્હી પહોંચી હતી. દિલ્હી ક્યાં રોકાયો હતો અને કોને મળ્યો હતો જે દિશામાં ગુજરાત ATS તપાસ શરૂ કરી છે. હાલ ગુજરાત ATS ટીમ દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં તપાસ કરી રહી છે.
ગુજરાત ATSની ટીમે હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણ આતંકવાદીને ઘાતક હથિયાર સાથે ઝડપી લીધા બાદ પૂછપરછ કરી છે. જેમાં તેમણે ઘાતકી ઝેર બનાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ડો. મોહિયુદ્દીનની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી મોહિયુદ્દીનના ઘરે સર્ચ કર્યું હતું. જ્યાંથી અધિકારીઓને છ લિટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું છે. જેની FSL તપાસ કરી રહી છે. હવે સાયનાઈડ કરતા પણ ઘાતક ઝેર રાઇઝીન બનાવવામાં ડો. મોહિયુદ્દીન સાથે કેમિકલના એક્સપર્ટસની ટીમ પણ સામેલ હોવાની વિગતો સામે આવતા તે દિશામાં તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.




