બિહારમાં નવી સરકાર રચવા કવાયત શરૂ: નીતિશ કુમાર 10મી વખત CM તરીકે ફાઈનલ!

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકારના ગઠનની ઔપચારિક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. જેડીયુના એક વરિષ્ઠ પદાધિકારીએ પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નવી NDA સરકારના ગઠનનો માર્ગ મોકળો કરવા માટે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપશે. આ સાથે જ નીતિશ કુમારનું ફરીથી મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
સોમવાર સવારે: નીતિશ કુમાર તેમની વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.
સોમવારે બપોરે: કેબિનેટ બેઠક બાદ તેઓ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે.
સોમવારે સાંજે: રાજીનામું આપ્યા બાદ, જેડીયુના 85 નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગળની રણનીતિ નક્કી થશે. આ બેઠક પછી NDAના તમામ ઘટક દળોની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને વિધિવત રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે.
નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે યોજાય તેવી અટકળો



