ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોને થતી અગવડતા દૂર કરવા માટે અમજદ ખાન – આમ આદમી પાર્ટી માઈનોરિટી પ્રમુખ – ગુજરાત દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી


આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના માઈનોરિટી પ્રમુખ શ્રી અમજદ ખાને વિશાળ જનહિતને ધ્યાનમાં રાખીને ગોમતીપુર વોર્ડ માં કુલ 7 સહાય કેન્દ્રો (Help Centres / Offices) નું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રોમાં નાગરિકોને SIR ફોર્મ ભરવામાં સંપૂર્ણ અને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે.

શ્રી અમજદ ખાને જણાવ્યું કે SIR ફોર્મ વિશે લોકોમાં ઘણી ગેરસમજ અને દસ્તાવેજોની સ્પષ્ટતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સરકાર દ્વારા માંગતા દસ્તાવેજો અંગે લોકોને યોગ્ય માહિતી મળી રહે અને દરેક વ્યક્તિ પોતાનું ફોર્મ સરળતાથી ભરી શકે તે માટે આ કાર્યાલયોની શરૂઆત કરવામાં આવી છે.
આ કેન્દ્રોમાં નીચે મુજબની મુખ્ય સેવાઓ મળશે:
SIR ફોર્મ ભરવાની માર્ગદર્શન સેવા
જરૂરી દસ્તાવેજોની માહિતી
ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ મદદ
નાગરિકોને તેમના અધિકારો અંગે જાગૃતિ
અમજદ ખાન જણાવે છે કે, “ગોમતીપુર ના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને દરેક વ્યક્તિ પોતાનો હક સુરક્ષિત રીતે મેળવી શકે – એ જ અમારા કેન્દ્રોનું મુખ્ય ધ્યેય છે. લોકોની વચ્ચે જઈને તેમની વાસ્તવિક જરૂરિયાતો સમજવી અને તેમને સીધી મદદ પહોંચાડવી – આ આપણી જવાબદારી છે.”
અમજદ ખાન દ્વારા શરૂ કરાયેલા આ તમામ 7 કેન્દ્રો હવે લોકસેવામાં સક્રિય બન્યા છે અને નાગરિકોને SIR ફોર્મ સંબંધિત તમામ માર્ગદર્શન સરળતાથી પ્રાપ્ત થશે.




