GUJARAT

ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?

ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે, ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે, રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.   

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button