Top In Ahmedabad
અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો; પાંચ દિવસ વાહન-વ્યવહાર માટે રહેશે બંધ, તંત્રએ આપ્યું ડાયવર્ઝન


અમદાવાદના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી જતા AMCએ પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરવા નિર્ણય છે. તંત્રે ડાયવર્ઝન આપી વાહનચાલકોએ અવરજવર માટે દધીચિ બ્રિજનો ઉપયોગ કરવો તેમ જણાવ્યું છે.

શહેરમાં સુભાષબ્રિજ હાલ પરિવહન માટે બંધ કરાયો છે. સમારકામ દરમિયાન ક્ષતિ જણાતા બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે. એએમસીના ઉચ્ચ અધિકારીઓ બ્રિજ પર પહોંચીને નિરીક્ષણ કરી રહ્યા છે. સલામતીના ભાગ રૂપે બ્રિજ વાહન વ્યવહાર પાંચ દિવસ માટે બંધ કરાયો હોવાનું તંત્રએ જણાવ્યું છે. ઇન્સ્પેક્શન સમયે બ્રિજમાં વાઇબ્રેશન થોડું વધારે લાગતા વધુ ચેકિંગ અને સાવચેતીના ભાગરૂપે બ્રિજ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો છે.




