GIFA – Gujarati Iconic Film Awards 2025:GIFA 2025 માટે ફિલ્મોનું સત્તાવાર નામાંકન પ્રક્રિયા શરૂ થઈ


ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા અને પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓને રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવા માટે GIFA 2025 માટે ફિલ્મોનું સત્તાવાર નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
1 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન થિયેટરમાં રિલીઝ થયેલી તમામ ગુજરાતી ફિલ્મો GIFA 2025 માટે નામાંકન કરી શકશે. આ વર્ષે પણ GIFAનો હેતુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સર્જનાત્મક કાર્યને સાચી કદર આપવાનો છે.
નામાંકન કરવાની છેલ્લી તારીખ: 15 જાન્યુઆરી 2026
ફિલ્મમેકર્સ અને પ્રોડક્શન હાઉસ તેમના નામાંકન GIFAની સત્તાવાર વેબસાઇટ – www.gifa.co.in પર મોકલી શકશે. નામાંકન પ્રક્રિયા, કેટેગરીઓ અથવા ડોક્યુમેન્ટેશન સંબંધિત વધુ માહિતી માટે GIFA ઓફિસે 98250 41180 પર સંપર્ક કરી શકાશે.
GIFA દર વર્ષે ગુજરાતી ફિલ્મ જગતમાં સર્જનાત્મકતા, નવીનતા અને સિનેમેટિક એક્સલન્સને ઉજવણી કરવાનો સંકલ્પ રાખે છે. તમામ ફિલ્મ નિર્માતાઓને વિનંતી છે કે તેઓ સમયસર નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરે અને આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનો ભાગ બને.
– GIFA (Gujarati Iconic Film Awards)




