GUJARAT

ફરી એકવાર વિવાદિત નિવેદન, ગુજરાતમાં દારૂબંધીની નૌટંકી કરો બંધ: શંકરસિંહ વાઘેલા

સાણંદમાં દારૂની પાર્ટી પર થયેલી પોલીસની કાર્યવાહીને લઇને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીને લઇને પોતાના મંતવ્ય રજૂ કરતા દારુ પરનો રાજ્ય પરથી પ્રતિબંઘ હટાવવા માટે સરકારને હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં દારુ પર પ્રતિબંધનો કાયદો સંપૂર્ણપણે અમલી થાય તેવો વ્યવહારૂ નથી. તો સરકારે આ નોંટંકી બંધ કરવી જોઇએ, તેમણે વધુમાં એમ પણ જણાવ્ચું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં દારૂબંધ હટાવવાની જાહેરાત કરનાર પાર્ટીને જ જનતાએ વોટ આપવો જોઇએ. આવા કાયદાના કારણે સારા પરિવારના યુવક યુવતીઓ બદનામ થવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. 

યુવા પેઢી પર અસર: તેમણે દાવો કર્યો છે કે, દારૂબંધીને કારણે રાજ્યની યુવા પેઢી હવે ગુટખા અને અન્ય ખતરનાક નશાકારક પદાર્થો (ડ્રગ્સ) તરફ વળી રહી છે.

ભ્રષ્ટાચારનો આરોપ: શંકરસિંહ વાઘેલાએ અગાઉ પણ કહ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તે ભ્રષ્ટાચારનું મોટું સાધન બની ગઈ છે. તેમના મતે, દારૂ પર પ્રતિબંધ હોવાછતાં પણ દારૂ ગમે ત્યાં ઉપલબ્ધ છે.

આર્થિક ફાયદો: પૂર્વ મુખ્યમંત્રીનું કહેવું છે કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને મોટી આવક થઈ શકે છે, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ પાછળ કરી શકાય.

શંકર સિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના ગુજરાતીઓ આ ખોટી નીતિની વિરુદ્ધમાં છે અને હવે સમય આવી ગયો છે કે આ પ્રતિબંધને જડમૂળથી દૂર કરવામાં આવે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button