GUJARAT

રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે આ વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં ત્રણ  સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વાદળછાયું વાતાવણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ વરસ્યો. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ,સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફ રેખાના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લામાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસ્યો હતો. 

છોટાઉદેપુરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ

કમોસમી વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. 
કમસોમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

દાહોદ જિલ્લામાં ખેડૂતો માટે આફતનો વરસાદ
દાહોદમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહીં દાહોદના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. દોહાદોના લીમડી, મીરાખેડી, વરોડ, રામપુરા, ગલાલીયાવાડમાં વરસાદ  હળવો વરસાદ વરસ્યો,છાપરા, જાલત, પુસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો પાકના નુકસાની ભીતિથી ચિંતિત છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button