Top In Ahmedabad
અમદાવાદ શહેરના પોલીસ બેડામાં મોટો ફેરફાર, 27 પોલીસ ઈન્સપેક્ટરોની આંતરિક બદલી


અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણ આ બદલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જે પોલીસ સ્ટેશનો અત્યાર સુધી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરવામાં આવી છે.


આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વ (રજા પર અથવા વેઇટિંગમાં) રહેલા 8 PIને પણ આ યાદીમાં નવા પોસ્ટિંગ સોંપી જવાબદારી સોંપવામાં આવી છે.




