Top In Ahmedabad

અમદાવાદના ઘીકાંટા વિસ્તારની મેટ્રોપોલિટન કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

અમદાવાદમાં અગાઉ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. ધમકી મળતા જ કોર્ટ સંકુલમાં હાજર વકીલો, સ્ટાફ અને અસીલોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચી

મેટ્રોપોલિટન કોર્ટના અમુક વિભાગો ‘અપના બજાર’ બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી સાવચેતીના ભાગરૂપે તે વિભાગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણેખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં તપાસ શરૂ

આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને સ્ટાફમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ ધમકીભર્યો મેસેજ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button