Top In Ahmedabad

T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા અમદાવાદમાં ઝડપાયો મોટો સટ્ટો, રોકડ સાથે 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ફાઇનલ મેચ પહેલા સટ્ટોડિયાઓ સક્રિય થઇ ગયા છે. અમદાવાદમાં મોટા સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ટી20 વર્લ્ડકપ 2026ના ફાઈનલ પહેલા અમદાવાદમાં SMCની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નિકોલમાં સટ્ટો રમાડનારા 2 આરોપીની ધરપકડ કરાઇ છે. તેમજ સટ્ટો રમનારા 46 આરોપી વોન્ટેડ જાહેર કર્યા છે.

ટી20 વર્લ્ડકપ 2026ના ફાઈનલ મેચને હવે ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે અમદાવાદમાંથી મોટા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના નિકોલના શ્રુષ્ટિ લેવીઝ એપાર્ટમેન્ટમાં સટ્ટો ચાલતો હતો. વિજયકુમાર કારડાણી અને રમેશ ગોધાસરા સટ્ટો રમાડતા હતા.

આરોપી પાસેથી 1.82 લાખની રોકડ સહિત 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 8 મોબાઈલ,1 ટેબ્લેટ,1 લેપટોપ અને 1 TV જપ્ત કરવામાં આવી છે. આરોપી માસ્ટર IDથી લાખો રૂપિયાનો સટ્ટો રમાડતા હતા. માસ્ટર IDમાં કરોડોનું બેલેન્સ હોવાનું સામે આવ્યું છે.

નોધનીય છે કે, વિદેશની ધરતી પર બેસીને ક્રિકેટ પર કરોડો અને અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે. જેમના ફોલ્ડરિયા દેશના વિવિધ શહેરોમાં હોય છે જેઓ માસ્ટર IDથી સટ્ટો રમાડતા હોય છે. સટ્ટોડિયા પોલીસથી બચવા નવી મોડન ઓપરેન્ડિસથી અપનાવતા હોય છે. તેઓ હોટલ કે કોઇ ઘરને બદલે ચાલતી ગાડીઓમાં સટ્ટો રમતા હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button