National

પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત દૂર કરવા સરકારનું મોટું પગલું, અમિત શાહની અધ્યક્ષતામાં બની કમિટી

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ તૈયારીઓ કરી છે. સરકારે દેશના સૌથી કદાવર મંત્રીઓને કામ સોંપતી એક ખાસ સમિતિની રચના કરી છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના પુરવઠા પર નજર રાખવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ત્રણ મંત્રીઓની સમિતિમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનો સમાવેશ થાય છે.

ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને સંભવિત અસરોથી નિપટવા ત્રણ સદસ્ય મંત્રીની સમિતીની રચના કરી છે. આ ઉચ્ચ-સ્તરીય સમિતિની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત શાહ કરશે. જોકે સરકારનો દાવો છે કે હાલમાં દેશ પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી રહી નથી. સરકાર કોઈ કસર છોડી રહી નથી અને તૈયારીની સ્થિતિમાં હોય તેવું લાગે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપરાંત, વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલય રાજદ્વારી સ્તરે પરિસ્થિતિની સમીક્ષા કરશે, જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય ચેઇન પરની અસરનું વિશ્લેષણ કરશે. સંભવિત અછત અથવા વિક્ષેપો, ખાસ કરીને એલપીજીને પહોંચી વળવા માટે વૈકલ્પિક સ્ત્રોતો અને પુરવઠા વ્યવસ્થાપન પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button