GUJARAT

રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ

રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસ જવાનો તૈનાત કરાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો. સરકારી, ખાનગી LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસને તૈનાત કરવાનો આદેશ અપાયો છે. LPGના ગોડાઉન, બુકિંગ ઓફિસ પર 1-1 પોલીસ જવાન તૈનાત કરાશે.

પોલીસની સાથે મહેસૂલ વિભાગના 1-1 કર્મચારી રાખવાનો પણ આદેશ અપાયો છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો હવાલો આપી સૂચના જાહેર કરાઈ હતી.

ગેસ સંકટ વચ્ચે રાજકોટના ગોંડલમાં પુરવઠા વિભાગની ટીમ હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસ પર ત્રાટકી હતી. ઘરેલુ ગેસનો વપરાશ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ 46 સ્થળોએ પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં 68 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. તો હોટલ, રેસ્ટોરન્ટમાંથી વધારાના 5 સિલિન્ડર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોંડલ ગ્રામ્ય મામલતદારે 25 ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેની કિંમત 45 હજાર 410 થાય છે.

જ્યારે ગોંડલમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા 38 ખાલી સિલિન્ડર 5 સીઝ કરવામાં આવ્યા હતા. માત્ર ખાણીપીણીની દુકાનો જ નહીં પરંતુ જિલ્લાની 18 ગેસ એજન્સીઓમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં પણ ગેસ સિલિન્ડરની કાળા બજારીને રોકવા માટે પોલીસે શહેરના અલગ અલગ ગેસ સિલિન્ડના ગોડાઉનમાં તપાસ કરી હતી. કાળા બજારી કરનાર વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી.

LPG ભરેલું શિવાલિક જહાજ થોડીવારમાં કચ્છ પહોંચશે. મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચશે. યુદ્ધ વચ્ચે શિવાલિક જહાજે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું હતું. ગુજરાત સહિત ભારતમાં ગેસ સંકટ દૂર થશે. શિવાલિક જહાજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું જહાજ છે. 2008માં સાઉથ કોરિયામાં બનેલા જહાજની ભારતે ખરીદી કરી હતી. આવતીકાલે નંદાદેવી નામનું જહાજ પણ કચ્છના કંડલા પોર્ટ પહોંચશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button