GUJARAT

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ, ત્રિમંદિરે દાદા ભગવાનના લીધા આશીર્વાદ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 64 વર્ષ પૂરા કરીને 65માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો. જેમાં તેઓ અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં શીશ ઝુકાવ્યુ હતું.

જન્મદિવસ પર મંદિર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીંયા તેમને ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત રાજકીય નેતાઓ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.જેમાં પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે,- “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના”.

ભૂપેન્દ્ર પટેલ શિસ્તબદ્ધ અને સાદગીપ્રિય સ્વભાવ ધરાવે છે. જેમાં મંદિરે જઈ જન્મદિવસ પર આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરવામાં આવતા તેમાં તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું દેખાયું હતું.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. જેમાં તેમને માધ્યમિક શિક્ષણ પૂરૂ કર્યા બાદ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. પોલીટીક્સમાં પ્રવેશ પહેલા તેઓ બિલ્ડર હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button