નેક્સસ અમદાવાદ વન લઈને આવ્યું ‘થ્રિલસ્કેપ’ – શહેર માટે નેક્સ્ટ જન મનોરંજનનો નવો અનુભવ!

આ ઉનાળે Nexus Ahmedabad One શહેરમાં પહેલીવાર ‘થ્રિલસ્કેપ’ રજૂ કરીને મનોરંજનનું સ્તર વધુ ઊંચું લઈ ગયું છે. આધુનિક ટેકનોલોજી, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને એડ્રેનાલિનથી ભરપૂર અનુભવોને એકસાથે લાવતું આ નેક્સ્ટ જન ડિજિટલ એડવેન્ચર ઝોન શહેરવાસીઓ માટે એક અનોખો અનુભવ બનવા જઈ રહ્યું છે.
થ્રિલસ્કેપના લોન્ચને વધુ ખાસ બનાવતા, આવનારી ગુજરાતી ફિલ્મ Vaanki Chuki Love Storyના સ્ટારકાસ્ટે હાજરી આપી હતી. પૂજા જોશી, ભવિન ભાનુશાલી, પરિક્ષિત તમાલિયા અને હેમંગ દવે સહિતની ટીમે આ ઇમર્સિવ ગેમ્સનો અનુભવ કર્યો અને પોતાના ચાહકો સાથે મીટ એન્ડ ગ્રીટ કરીને કાર્યક્રમમાં વધુ ઉત્સાહ ઉમેર્યો.
આ આકર્ષક ગેમિંગ ઝોન 1 મે થી 7 જૂન દરમિયાન, દરરોજ સવારે 11:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ગ્રાઉન્ડ ફ્લોર એટ્રિયમમાં ખુલ્લો રહેશે.
7 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે તૈયાર કરાયેલું ‘થ્રિલસ્કેપ’ જાણે બીજી દુનિયામાં લઈ જતું એક ડિજિટલ દ્વાર છે. તમે થ્રિલ-સીકર હો, ગેમિંગ પ્રેમી હો કે કંઈક નવું અજમાવવાની ઇચ્છા રાખતા હો – અહીં કલ્પના અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળશે.
એક જ જગ્યાએ સ્પેસમાં ઉડાન ભરો, આકાશમાં વિહાર કરો અને ઝોમ્બી સામે લડત આપો. હાઈ-સ્પીડ VR સ્પેસ રાઈડથી લઈને રોમાંચક VR પેરાગ્લાઈડર સુધી દરેક અનુભવ તમને નવી મર્યાદા સુધી લઈ જશે. હિંમત હોય તો ઝોમ્બી વોરમાં ઉતરો અથવા હોલોગ્રામ ઝોનમાં સ્ક્રીન કે હેડસેટ વગર જીવંત થતી 3D દુનિયાનું જાદૂ અનુભવો.
સ્પર્ધાનો શોખ હોય તો AR સ્નાઈપરમાં પોતાની ચોકસાઈ અજમાવો અથવા ફ્યુચરિસ્ટિક ફોટોબૂથમાં પોઝ આપો, જ્યાં તમારી સેલ્ફી રિયલ-ટાઈમ વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ અને ડાયનામિક બેકગ્રાઉન્ડ સાથે જીવંત બની જશે – સોશિયલ મીડિયા માટે એકદમ પરફેક્ટ!
આ ઉનાળે ફક્ત ગરમીથી બચવાનું નહીં, પણ થ્રિલ, ટેકનોલોજી અને યાદગાર અનુભવોથી ભરપૂર દુનિયામાં પ્રવેશવાનું – Nexus Ahmedabad One ખાતે.
ઇવેન્ટ વિગતો:
શું: થ્રિલસ્કેપ
ક્યારે: 1 મે થી 7 જૂન | સવારે 11:00 થી રાત્રે 10:00
ક્યાં: ગ્રાઉન્ડ ફ્લોર એટ્રિયમ, નેકસસ અમદાવાદ વન ટિકિટ -200 તથા જીએસટી




