GUJARAT

CM ભૂપેન્દ્ર પટેલ તથા અમદાવાદના મેયરને ગૃહમંત્રી અમિત શાહે લગાવ્યો ફોન, જાણો કેમ

અમદાવાદના થલતેજ અને ગોતા વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. 4 દિવસથી પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. ઘાટલોડિયા અને ગોતામાં રોગચાળાની પરિસ્થિતિ વિશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે CM ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ સાથે વાત કરી છે.

અમિત શાહે કમિશનર, આરોગ્ય અને પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપી છે. જરૂરી તમામ પગલા લઈને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આરોગ્ય વિભાગની 40 ટીમ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે શરૂ કરાયો છે.

નોધનીય છે કે, મેઘા સીટી અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર જેમાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે. જ્યાં પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસો વધ્યા છે. વંદે માતરમ્ ફ્લેટમાં પણ પીવાના પાણીની સમસ્યાઓ છે. ઘાટલોડિયા વિસ્તારના થલતેજ અને ગોતા વોર્ડમાં આવતી સોસાયટીના રહીશો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવા મજબૂર છે.આકાંક્ષા ફ્લેટના રહીશોએ શુક્રવારે પાણીને લઇ ફરિયાદ કરી હતી. બાદમાં ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા ગયા ત્યારે ગટરનું પાણી મિક્સ થયાનું જાણવા મળ્યું હતું. વિનાયક બંગલોઝમાં પણ દૂષિત પીવાના પાણીની સમસ્યા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નર્મદાના પીવાના પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થવાથી છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button