વરસાદની અછત વચ્ચે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત: રાજ્ય સરકાર દરરોજ 2 કલાક વધારાની વીજળી આપશે


રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેને લઈને રાજ્યના ઊર્જા મંત્રીએ કૃષિ ક્ષેત્ર માટે મહત્વનું નિવેદન આપ્યું છે. વરસાદની અછતના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે ખેડૂતોના હિતમાં 2 કલાક વધારાની વીજળી આપવાનો નિર્ણય કર્યો છે; જેના પરિણામે હવે કૃષિ માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે.
ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ ખેડૂતો તરફથી નવી માંગણીઓ આવી રહી છે, તેમ તેમ વધારાની વીજળી પૂરી પાડવા અંગે સત્વરે નિર્ણય લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત, વરસાદ ખેંચાવાથી ઊભી થયેલી ઘાસચારાની અછતની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા છે.
ઉર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, વરસાદ લંબાવવાના કારણે પૂરતું પાણી પૂરું પાડવા માટે સરકારે કૃષિ ક્ષેત્રે આપવામા આવતી વીજળીના સમયમાં વધારો કર્યો છે. હવે ખેડૂતોને નિયમિત 8 કલાકના બદલે દરરોજ 10 કલાક વીજળી આપવામાં આવશે. આ 2 કલાકની વધારાની વીજળી મળવાથી પાકને બચાવવામાં ખેડૂતોને મોટી રાહત મળશે.સરકાર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં જેવા વિવિધ વિસ્તારો અને જિલ્લાઓમાંથી વીજળીની માગણી આવી રહી છે, તે મુજબ વધારાનો પુરવઠો પૂરો પાડવા ત્વરિત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, વરસાદની અછતના કારણે ઊભી થનારી ઘાસચારાની સમસ્યા સામે પણ પશુપાલકોની સહાય અર્થે જરૂરી તમામ તકેદારીના પગલાંઓ લેવામાં આવ્યા છે.




