GUJARAT

PM Modi In Gujarat:”અમે કોરિડોર પૂરું કરીને બતાવ્યું, હવે નારાજ ફુફાજી બરાડા પાડશે”,અમે ચીપથી શિપ સુધી બનાવી શકીએ છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (૦૮ સપ્ટેમ્બર) ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 35,000 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ દેશને સમર્પિત કરશે. સાથે જ પીએમ મોદી ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’નું ઉદ્ઘાટન પણ કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદી સૌથી પહેલા વડોદરા જશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. વડોદરામાં પીએમ મોદીનું Gen-Z સાથે સીધો સંવાદ પણ થશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હમણાં ડિગ્રીને સાથે સ્કિલ્સ પર સરકારનું ફોકસ છે. યુવા શક્તિ માટે બે મોટી જાહેરાત લાલ કિલ્લાથી કરી. ઓનલાઇન ફ્રી કોચિંગ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. યુવાનોની પેઢી AI માટે તૈયાર થાય એના માટે સરકાર ઈચ્છી રહી છે. સરકાર AI માટે મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. છેલ્લે તેમણે જણાવ્યું હતું કે મારું એક કામ કરવું પડે. તમે વડોદરા આટલું બધું સ્વચ્છ બનાવી દીધું, કેટલી બધી મહેનત કરવી પડી, દિવસ રાત સફાઈમાં યુવાનો લાગ્યા હતા. એક વાર નક્કી કરીએ કે વડોદરાને હવે ગંદુ થવા જ નહીં દેવું. આવો સંકલ્પ કરીએ..

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ભારત રેલ કોચ, મેટ્રો કોચ અને એન્જિન બનાવવા માટે મોટું નિર્માતા બન્યું છે. વર્ષ 2014 બાદ ભારતે અત્યારસુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવાયા. જૂની સરકાર 10 વર્ષમાં 50,000 ટોઇલેટ બનાવી શકતી નહોતી. 2.50 લાખ માલગાડીના વેગન ભારતીય રેલમાં જોડાયા. ભારત ચિપથી શીપના નિર્માણની નવી ગાથા લખી રહ્યું છે. કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ શરૂ કરાયો. આવનાર સમયમાં દરેક સેક્ટર વીજળીથી ચાલશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન સેક્ટરનું કાયાકલ્પ થઈ જશે. પેસેન્જર ટ્રેન જેના પર ચાલતી હતી તેના પર જ પહેલા માલગાડી ચાલતી હતી. પૂર્વ અને પશ્ચિમી ફ્રેઇટ કોરિડોર પર આજે પ્રતિ દિવસ 430 માલગાડી ચાલે છે, જે જગ્યા પર ટ્રકથી સામાન મોકલવામાં 30 કલાક લાગે છે તે સામાન કોરિડોર પર 10 થી 12 કલાકમાં પહોચી જશે. ફ્યુલ અને સમય બચશે, પર્યાવરણને ફાયદો થશે. રોકાણ એક ટ્રેક પર કર્યું અને ફાયદો અનેક ક્ષેત્રોમાં થયો. અમારી સરકારે JNPT મુંબઈ પોર્ટથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવી. માલગાડીના ચાલવાથી એકવારમાં 250 ટ્રકનો સામાન મુંબઈથી વડોદરા આવી પહોચ્યો. પરંતુ આ કામથી નારાજ ફુફાજી હવે બરાડા પાડશે. આડકતરી રીતે પીએમ મોદીએ ખડગે પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે. 12 વર્ષની તુલનામાં ખૂબ વધારે ખર્ચ છે. વડોદરા MSME નું મોટું હબ બન્યું છે. વડોદરામાં પહેલા જ્યોતિ, એલેમ્બિક, GSFC જ દેખાતું હતું. 

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, 2014માં વડોદરાએ મને અહીંથી દિલ્હી મોકલ્યો. 7 થી 8 વર્ષમાં એક કિલોમીટરનું પણ ફ્રેઈટ કોરિડોરનું કામ પૂર્ણ ના થયું. પહેલાના સરકારની જેમ કામ ચલાવતા તો દેશની ત્રણ ચાર પેઢી આવીને જતી રહેતી તેમ છતાં કામ પૂર્ણ ના થાત. 2014 થી જ આ કામને ગતિ આપવાનું કામ કર્યું. 2800 કિલોમીટરનું કામ પૂર્ણ કરીને બતાવ્યું. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. ટ્રાન્સપોર્ટેશન સેક્ટરનું કાયાકલ્પ થઈ જશે. પેસેન્જર ટ્રેન જેના પર ચાલતી હતી તેના પર જ પહેલા માલગાડી ચાલતી હતી

પૂર્વ અને પશ્ચિમી ફ્રેઇટ કોરિડોર પર આજે પ્રતિ દિવસ 430 માલગાડી ચાલે છે. જે જગ્યા પર ટ્રક થી સામાન મોકલવામાં 30 કલાક લાગે છે તે સામાન કોરિડોર પર 10 થી 12 કલાકમાં પહોચી જશે. ફ્યુલ અને સમય બચશે, પર્યાવરણને ફાયદો થશે. રોકાણ એક ટ્રેક પર કર્યું અને ફાયદો અનેક ક્ષેત્રોમાં થયો. 

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમે બધાએ વડોદરાએ સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું તેના માટે વડોદરાના તમામ નાગરિકોનો આભાર માનું છું. વીડિયો જોઈ મારી છાતી ચોળી થઈ ગઈ. ગણેશ ઉત્સવ અને નવરાત્રિમાં સમગ્ર ગુજરાતનું ધ્યાન વડોદરા પર હોય છે. એક અઠવાડિયામાં દરેક પરિવારમાં સ્વચ્છતાનુ વાતાવરણ બની ગયું. ગણેશના બધા જ આશીર્વાદ વડોદરાને મળશે. લાલકિલ્લા પરથી વિકસિત ભારત માટે સંકલ્પની સપ્તધારાનું આહ્વાન કર્યું. વડોદરા ગતિશક્તિ યુનિ.નું શહેર છે. પાછલા 12 વર્ષમાં દેશની કામ કરવાની શક્તિ બદલી. ફ્રેઇટ કોરિડોરનો વિચાર 2004 માં શરૂ થયો. 2006માં આ કામ માટે એક વિશેષ કંપની બની. 2014 સુધી ફાઇલ એક સ્થળેથી બીજા સ્થળે થવા લાગી. ફાઇલ ટેબલ પર યાત્રા કરી રહી હતી. ફાઇલને પણ ડેડીકેટેડ કોરિડોર નસીબ ના થયું.

વડોદરા ખાતે ‘નમો ફોર અ ડેવલપ્ડ ઈન્ડિયા’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા સાથીદારો સાથે વિકાસ અને ભાગીદારીની ઉજવણી કરવાની તક છે, અહીં બધું એકસાથે આવી રહ્યું છે. હું આજે તમારી વચ્ચે ‘વિકસિત ભારત’ તરફની સફરને વધુ વેગ આપવા આવ્યો છું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button