Top In Ahmedabad

અમદાવાદીઓ સાવધાન! નવરાત્રિ ટાણે આ જીવલેણ રોગનો રાફડો ફાટ્યો; ખાલી સોલા સિવિલમાં જ 14,372 દર્દીઓ નોંધાયા

અમદાવાદ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ભારે ભીડ અને ધસારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં માત્ર એક જ સપ્તાહ દરમિયાન કુલ 14,372 દર્દીઓ સારવાર અર્થે નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળ્યો છે. સિવિલમાં ડેન્ગ્યુના 956 શંકાસ્પદ કેસ અને 115 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વિવિધ પાણીજન્ય-મચ્છરજન્ય રોગોના દર્દીઓનો આંકડાની વાત કરીએ તો મેલેરિયાના 1,358 શંકાસ્પદ કેસ અને 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેવી જ રીતે ચિકનગુનિયાના 12 શંકાસ્પદ કેસ. સ્વાઇન ફ્લૂના 44 શંકાસ્પદ કેસ અને 5 પોઝિટિવ કેસ. ડાયેરિયાના 30 કેસ, ઝાડા-ઊલટીના 21 કેસ, ટાઇફોઇડનો 1 કેસ તેમજ વાયરલ હેપેટાઇટિસ Aનો 1 અને હેપેટાઇટિસ Bના 2 કેસ નોંધાયા છે.

પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર: સવા બે મહિનામાં 14 કેસ નોંધાતા ખળભળાટ
અમદાવાદ એકલું જ નહીં, ઉત્તર ગુજરાતના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા સવા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 14 કેસ સામે આવ્યા છે. જેમાં માત્ર ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસમાં જ 6થી વધુ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button