National

‘હું તમારી સાથે છું’, મણિપુરની સ્થિતિ પર પ્રથમ વખત બોલ્યા PM મોદી, વિસ્થાપિત લોકો માટે મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તે 71,850 કરોડ રૂપિયા કરતા વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.વડાપ્રધાન મોદી મણિપુર પહોંચ્યા હતા અને વિસ્થાપિત લોકો માટે મોટી જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર કહ્યું, “હું તમને વચન આપુ છું કે, હું તમારી સાથે છું, ભારત સરકાર તમારી સાથે છે.’ PM મોદીએ કહ્યું કે, મણિપુરમાં જીવનને ફરી પાટા પર લાવવા માટે સરકાર દરેક તમામ પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે બેઘર પરિવારો માટે 7 હજાર નવા ઘર બનાવવામાં આવશે. આ સિવાય 3000 કરોડ રૂપિયાનું પેકેજ સ્વીકારવામાં આવ્યું છે અને વિસ્થાપિતોની મદદ માટે 500 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી હવે ખરાબ હવામાનને કારણે સીધા ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા. ચુરાચંદપુરાની ટ્રીપ પૂરી કરી પરત ઈમ્ફાલ આવીને કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમમાં વિલંબ થવાની સંભાવના છે.  આ ઉપરાંત મણિપુર અને આસામમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થવાનું છે. પ્રધાનમંત્રી ગુવાહાટીમાં ભૂપેન હજારિકાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવણી અને કોલકાતામાં જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ-૨૦૨૫નું પણ ઉદ્ઘાટન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button