GUJARAT

કચ્છના વાતાવરણમાં પલટો, લખપત,નખત્રાણા,અબડાસા અને ભુજમાં ભારે પવન સાથે વરસાદ

કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. વિગતો મુજબ આજે માતાના મઢ, લખપત, નખત્રાણા, અબડાસા તેમજ ભુજ તાલુકા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ બદલાયેલા માહોલને કારણે ઘણા વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સામાન્ય જનજીવન પણ થોડીવાર માટે પ્રભાવિત બન્યું હતું.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આ કમોસમી વરસાદે અનેક તાલુકાઓને અસર કરી છે. અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા જેવા વિસ્તારોમાં વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ગામડાંની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ પાણી વહેતા જોવા મળ્યું હતું.આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. ઉનાળુ પાક માટે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દાડમ, કેરી અને ઘઉં જેવા પાકોને ખાસ કરીને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button