GUJARAT

રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

રાજકોટ, અમેરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, ખેડા, આણંદ, તાપી, સુરત સહિતના વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ પ્રકારની સ્થિતિ હજુ 2 દિવસ રહેવાની શક્યતા છે.  ગુજરાતમાં  2 દિવસ હજુ પણ  હિટવેવની સ્થિતિ બની રહે છે. શહેરની તાપમાન પર નજર કરીએ તો 

અમદાવાદ-44.1
ગાંધીનગર-43.8
અમરેલી-43.5
સુરેંદ્રનગર-43.4
કંડલાપોર્ટ-43
ડીસા-42.2
ભાવનગર-40.7
કેશોદ -40 ડિગ્રી

હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યમાં શુષ્ક રહેવાની આગાહી કરી છે.. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થાય. આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો 8 જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.. જ્યારે આજે   કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લા માટે હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ છે  તો દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લા માટે પણ આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું છે. 48 બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સની રહી શકે છે.. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button