Top In Ahmedabad
અમદાવાદમાં વધુ એક બ્રિજ બંધ: બાપુનગરનો ઠક્કર નગર બ્રિજ કરાયો બંધ


અમદાવાદમાં અવાર નવાર બ્રિજોને કોઈ ને કોઈ કારણોસર રાહદારીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે. તેવી જ રીતેઆજે વહેલી સવારે બાપુનગરમાં આવેલો ઠક્કર નગર બ્રિજ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને રીપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બ્રિજના પેચ વર્ગના કામ માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં ત્યાંથી રોજ પસાર થતાં સામાન્ય લોકોને તકલિફ ઉભી થઈ છે, તેમજ તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




