અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે સરકારને જવાબ જ ન આપ્યો, સરકારે સામેથી સમય વધારી આપ્યો


અમદાવાદમાં સેવન્થ ડેમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે વિરોધ થઇ રહ્યો છે. સેવન્થ ડેના ખરાબ એટીટ્યુડ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં તંત્રએ પણ હવે શાળા સામે તપાસ ચાલુ કરી છે. જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ આ શાળાના કાળી કરતુતો સામે આવતી જઇ રહી છે. જેમ જેમ કારનામા સામે આવતા જાય છે તેમ તેમ તંત્રનો ગાળીયો શાળા પર સતત કસાઇ રહ્યો છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વધુ એક કારનામાનો ખુલાસો થવા પામ્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધર્માંતરણના કાર્યોમાં આગળ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલના વધુ એક કારનામાનો ખુલાસો થવા પામ્યો છે. 2023 માં સ્કાઉટ તાલીમ માટે આવેલા વિદ્યાર્થીને મિશનરી કામોમાં લગાવાયાનો ઘટસ્ફોટ થયો છે. સેવન્થ ડે સ્કૂલ ધર્માંતરણના કાર્યોમાં આગળ હોવાની વાતનો દાવો થયો છે.
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી સેવનથ ડે સ્કૂલના આચાર્ય સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. બેદરકારી બદલ શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાવાના આદેશ આપ્યા છે. શાળાના વિદ્યાર્થીની સારવાર અપાવવામાં બેદરકારીને મોત થયું હતું. શાળાના પ્રિન્સિપાલ ઈમેન્યૂએલની તત્કાલ હકાલપટ્ટી કરવા માટેના આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સેવનથ ડે સ્કૂલ બોર્ડ પુનાઆ આદેશનો તત્કાલ અસરથી અમલ કરવા માટે આદેશ અપાયો છે. સમગ્ર ઘટનાને લઈને શાળાને ખુલાસો કરવાનો આજે અંતિમ દિવસ હતો. જો કે શાળા અલગ જ અંદાજમાં અને અહંકારમાં છે. તેણે આજ સુધીમાં એક પણ મામલે તંત્રને કોઇ પ્રકારનો જવાબ આપ્યો નથી.જાણે કે તે સરકાર કે તંત્રને ગણતી જ ન હોય તે પ્રકારે ભેદીમૌન સેવીને બેસી ગઇ છે. આજે અંતિમ દિવસે યોગ્ય ખુલાસો શાળા દ્વારા કરાયો નથી. જેથી તંત્ર ફરી એકવાર શાળા સામે ઝુક્યું અને રજૂઆત બાદ શાળાને એક દિવસનો સમય વધારે આપવામાં આવ્યો છે. હાલ શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાવાની આપ્યા આદેશ આપ્યો છે.




