જગદીશ વિશ્વકર્માએ કમલમ પહોંચતા પહેલા કેમ્પ હનુમાન ખાતે કર્યા દર્શન


આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ સમારોહમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કમલમ જવા રવાના થશે. આ પદગ્રહણ સમારોહમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા છે.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે ગાંધીનગરના કમલમ (પ્રદેશ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. તેઓ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કમલમ પહોંચી રહ્યા છે. આ પદગ્રહણ સમારોહમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ પણ હાજર રહેશે. આ પ્રસંગે અમદાવાદ ભાજપના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં પક્ષના સાંસદો અને કાર્યકરો રેલીમાં ઉમટી પડ્યા છે. ધારાસભ્યો અમિત શાહ, અમિત ઠાકર, પાયલ કુકરાણી અને કૌશિક જૈન સહિતના નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી હતી.
સીઆર પાટીલે જગદીશ પંચાલનું મોઢું મીઠું કરાવ્યું હતું.જગદીશ વિશ્વકર્માએ કમલમ પહોંચતા પહેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે કર્યા દર્શન




