ગુજરાતમાં AAP ના નેતાઓની ધરપકડને લઈ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ પર કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષની ભાજપ સરકાર દમન કરી રહી છે. ગુરુવારે આમ આદમી પાર્ટીના બે નેતાઓ, પ્રવીણ રામ અને રાજુ કરપડાની ખેડૂતોના સમર્થનમાં બોલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશાને યાદ કરતા ભાજપને કહ્યું કે 1985માં કોંગ્રેસે ગુજરાતમાં 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી અને કોંગ્રેસમાં ઘમંડ આવ્યું. 1987માં ખેડૂત આંદોલન થયું હતું, જેમાં કોંગ્રેસે દમન કર્યું હતું અને ગુજરાતના લોકોએ આગામી ચૂંટણીમાં 149 બેઠકો ધરાવતી કોંગ્રેસને ઉખાડીને ફેંકી દીધી હતી. ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે. ભાજપ હવે ખૂબ જ ઘમંડી બની ગઈ છે. જે રીતે ભાજપે ખેડૂતોને દબાવવાનું શરૂ કર્યું છે, તે જ રીતે ગુજરાતના લોકો આગામી ચૂંટણીમાં તેને ઉખાડીને ફંકી દેશે.
અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક્સ પર એક વીડિયો શેર કરીને કહ્યું, “ગુજરાતના ખેડૂતો ખૂબ જ વ્યથિત છે અને પોતાના હક્કોની માંગણી માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. 12 ઓક્ટોબરના રોજ, બોટાદ જિલ્લાના હડદડ ગામના ખેડૂતોએ બે મુખ્ય માંગણીઓ ઉઠાવવા માટે મહાપંચાયત બોલાવી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “હવે ખેડૂતો ઇચ્છે છે કે તેમનો પાક બજારમાંથી જ ખરીદવામાં આવે અને વેપારીઓ પોતે જ ઉત્પાદનનું પરિવહન કરે.” 12 ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતો બે માંગણીઓ પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. “પરંતુ 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે નિઃશસ્ત્ર ખેડૂતો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. તે જ દિવસે, 85 ખેડૂતો સામે FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં IPC ની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો સમાવેશ થાય છે, અને ઘણાની ધરપકડ કરવામાં આવી હતી.”




