ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળ બનીને વરસશે વરસાદ, અતિભારે વરસાદની આગાહી


ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં સતત કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે હવે ફરી 5 દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વરસાદ સાથે થન્ડરસ્ટોર્મ (વીજળી અને ગાજવીજ સાથે વરસાદ)ની પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ તરફ અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, કારણ કે સમુદ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. સુરક્ષા હેતુસર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગે નાગરિકોને અતિ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અને હવામાનની માહિતી પર નજર રાખવા અપીલ કરી છે.
રાજ્યભરમાં કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો છે. આ તરફ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠંડીની ઋતુની શરૂઆત પહેલાં જ વાતાવરણ ભીની ઠંડકથી તરબતર થઈ ગયું હતું. હવે જો આપણે વરસાદના આંકડા પર નજર કરીએ તો મહુવામાં 3.11 ઈંચ, હાંસોટ અને તળાજામાં 2.13 ઈંચ જ્યારે ગાંધીનગરમાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. પાલીતાણા, કડી, ડેસર, ઓલપાડ, સિહોર અને રાજુલા સહિતના વિસ્તારોમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાતા લોકો ચકિત થઈ ગયા હતા.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સચિવાલય પરિસર પણ વરસાદી પાણીમાં તરબતર થઈ ગયો હતો. અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના અ




