National
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની LNJP હોસ્પિટલની મુલાકાત લીધી અને દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા આશરે 100 લોકોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પરત ફરતા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા LNJP હોસ્પિટલ ગયા હતા. તેમણે ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડોકટરોએ પણ તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.




