National

 ‘જુબિન ગર્ગની હત્યા થઈ’ સિંગાપુરમાં સિંગરના મોત પર CMએ કર્યો મોટો ઘટસ્ફોટ

ઉત્તરપૂર્વના લોકપ્રિય ગાયક જુબિન ગર્ગના સિંગાપોરમાં થયેલા અકાળ અવસાન પછી હવે મામલો વધુ ગંભીર બની ગયો છે. શરૂઆતમાં ડૂબી જવાથી થયેલા અકસ્માત તરીકેગણાવાયેલી ઘટના હવે હત્યા સુધી પહોંચતા અનેક સવાલો ઊભા કર્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તાજા નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે “આ અકસ્માત નહીં, પરંતુ હત્યા છે.”

આસામ વિધાનસભામાં બોલતાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ગર્ગનું મૃત્યુ કોઈ કુદરતી ઘટના નહોતું. તેમની હત્યા કરવા માટે એક વ્યક્તિએ સીધી ભૂમિકા ભજવી છે અને તેને ચારથી પાંચ લોકો આ કામમાં સહકાર આપી રહ્યા હતા. આટલું જ નહીં શર્માએ આરોપ લગાવ્યો કે રાજ્યના કેટલાક વિપક્ષી નેતાઓ આ કેસને રાજકીય સ્વાર્થ માટે ઉલ્ટા સીધા તર્ક સાથે રજૂ કરી રહ્યા છે અને અનાયાસે હત્યારાઓની વકાલત કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં કેસમાં ચાર્જશીટ દાખલ કરશે.

ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરના રોજ જુબિન ગર્ગ સિંગાપોરના સેન્ટ જોન્સ આઇલેન્ડ નજીક યાટ પર સ્વિમિંગ દરમિયાન બેભાન થઈ ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સિંગાપોર અધિકારીઓએઆને “અકસ્માત” ગણાવ્યો હતો.

જુબિન ગર્ગના પરિવાર, ચાહકો અને રાજકીય નેતાઓ દ્વારા સતત પ્રશ્નો ઉઠાતા આસામ સરકારે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે અને સાથે જ એક સભ્યના ન્યાયિક કમિશનની નિમણૂક કરી. ભારત સરકારે પણ સિંગાપોર સરકાર સાથે સહકાર માટે MLAT પ્રોસેસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ છે, જેમાંઉત્સવના આયોજક શ્યામકાનુ મહંતા

મેનેજર સિદ્ધાર્થ શર્મા

બેન્ડના કેટલાક સભ્યો

જુબિનનો પિતરાઈ ભાઈ

સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મહત્વનું એ છે કે સિક્યુરિટી સ્ટાફના બેંક ખાતાઓમાં 11 મિલિયનથી વધુની શંકાસ્પદ રકમ મળી આવી છે, જે પછી નાણાકીય એજન્સીઓએ પણ તપાસ હાથ ધરી છે.પોસ્ટમોર્ટમના તફાવતથી ઉઠ્યા નવા પ્રશ્નો

બીજા ઓટોપ્સી રિપોર્ટમાં ઝેર, કાવતરું અથવા વિલંબિત સારવાર જેવા કારણોને નકારી કાઢવામાં આવ્યા છે. પરંતુ સાથે જ ઘણા વિરોધાભાસી મુદ્દાઓ જેવા કે,

  • કેટલાક લોકોના નિવેદનો
  • નાણાકીય વ્યવહારો
  • ઘટનાક્રમમાં ગૂંચવણ. – આ બધાથી કેસ વધુ જટિલ બન્યો છે.

સિંગાપોર પોલીસે આજે પણ આને “અકસ્માત” ગણાવે છે. જ્યારે આસામ સરકારે હત્યા તરીકે કેસ આગળ ધપાવ્યો છે. બે દેશોની તપાસની દિશા એકબીજા કરતા જુદી હોવાને કારણે સ્થિતિ વધુ સંકટજનક બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button