National

કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકોને ઘરમાં આઈસોલેટ કરાયા, વાયરસની કોઈ રસી-સારવાર નથી

Oplus_131072

દેશમાં એકવાર ફરીથી નિપાહ વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બારાસાત હોસ્પિટલમાં કામ કરતી બે નસોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. પુણે સ્થિત NIVએ બંગાળથી આવેલા બે સેમ્પલમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. આ અગાઉ આ સેમ્પલનીની તપાસ એમ્સ કલ્યાણીમાં કરાઈ હતી.

હોસ્પિટલમાં બને દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક મહિલા નર્સ કોમામાં છે. બંનેની સારવાર જ્યાં તેઓ કામ કરતા હતા તે બારાસાત હોસ્પિટલમાં ચાલુ છે. ડોક્ટરોનું કહેવું છે કે તમામ જરૂરી નિયમોમું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. નિપાહ વાયરસની ગંભીરતા અને તેના વધુ મોતનો દર ચિંતાનું કારણ બનેલો છે.

સ્વાસ્થ્ય વિભાગે એવા 120 લોકોની ઓળખ કરી છે જે આ બંને નસોના સંપર્કમાં આવ્યા હતા. તમામ લોકોને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકોમાં નર્સોના પરિવારના સભ્યો પણ સામેલ છે. અનેક ડોક્ટરો, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પણ નિગરાણી હેઠળ છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પણ થઈ રહ્યું છે. આ આંકડો વધી પણ શકે છે. પૂર્વ બર્દવાન સ્વાસ્થ્ય વિભાગ મુજબ કટવાથી 10 લોકો જેમાં 2 ડોક્ટરો પણ સામેલ છે તેમને ઘરથી અલગ રહેવા જણાવ્યું છે. જ્યારે બર્દવાનથી 38 લોકો જેમાં 8 ડોક્ટરો સામેલ છે.

અધિકારીઓનું કહેવું છે કે આ ચેપ કેવી રીતે ફેલાયો તે હજુ સુધી સ્પષ્ટ નથી. તે માણસથી માણસમાં ફેલાઈ શકે છે કે પછી સંક્રમિત ફળ કે કાચા ખજૂરના રસથી વાયરસ ફેલાયો હોઈ શકે છે. સૂત્રના જણાવ્યાં મુજબ બારાસાત હોસ્પિટલનો એક સ્વાસ્થ્યકર્મી થોડા અઠવાડિયા પહેલા નિપાહ વાયરસ જેવા લક્ષણો બાદ મરી ગયો હતો. ત્યાંથી આ સંક્રમણ આવ્યું હોઈ શકે છે.

ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ 2001માં સિલિગુડીમાં આવ્યો હતો. 2007માં નદીઆ જિલ્લામાં બીજો કેસ જોવા મળ્યો હતો. 2018થી કેરળમાં આ વાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ 2 કેસ સામે આવ્યા છે. ઝારખંડ સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરેલું છે.

કેમ જોખમી છે નિપાહ વાયરસ
નિપાહ વારસથી મોતનો દર 40થી 75 ટકા સુધી માનવામાં આવે છે. હજુ સુધી આ વાયરસની કોઈ અસરકારક દવા કે વેક્સીન બની શકી નથી. તે દિમાગ પર અસર પાડે છે અને લાંબા સમય સુધી તમારા માટે પરેશાની છોડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button