National

‘અમને સ્પર્શ કર્યો, અશ્લીલ મેસેજ મોકલ્યાં’, કોલેજની 17 વિદ્યાર્થનીઓએ સ્વામી ચૈતન્યાનંદના કૃત્યોની ખોલી પોલ

દિલ્હીના વસંત કૂજ એરિયામાં આવેલા એક ખ્યાતનામ આશ્રમના સ્વામી ચૈતન્યાનંદનું મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. મેનેજમેન્ટ કોલેજની ઓછામાં ઓછી 15 વિદ્યાર્થીનીઓએ તેમની પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે. આ પછી દિલ્હી પોલીસે શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સામે જાતીય સતામણી અને છેતરપિંડીના આરોપોની તપાસ શરૂ કરી છે.

4 ઓગસ્ટ, 2025 ના રોજ, શ્રૃંગેરી મઠના સંચાલક પીએ મુરલીએ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પાર્થ સારથીએ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM અભ્યાસક્રમો ચલાવતી મહિલા વિદ્યાર્થીઓને ગાળો આપી અને તેમને અશ્લીલ WhatsApp/SMS સંદેશા મોકલ્યા હતા તે ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવાયું કે સંસ્થાના કેટલાક મહિલા ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓએ આરોપીઓની માંગણીઓનું પાલન કરવા માટે વિદ્યાર્થીનીઓ પર દબાણ કર્યું હતું જેને કારણે છોકરીઓ ટેન્શનમાં આવી ગઈ હતી.તપાસ દરમિયાન, કુલ 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમાંથી 17 વિદ્યાર્થીઓએ આરોપીઓ પર અપશબ્દોનો ઉપયોગ, અશ્લીલ સંદેશાઓ અને શારીરિક સંબંધના આરોપ લગાવ્યાં હતા. છોકરીઓએ કહ્યું કે જ્યારે અમે આવું કરવાની ના પાડી ત્યારે ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓ તેમના પર દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પહેલી વાર નથી જ્યારે ચૈતન્યાનંદ સરસ્વતી, જે અગાઉ સ્વામી પાર્થસારથી તરીકે જાણીતા હતા, તેમના પર ગુનાહિત આરોપોનો આરોપ મૂકવામાં આવ્યો હોય. 2009 માં, ડિફેન્સ કોલોનીમાં છેતરપિંડી અને છેડતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, અને 2016 માં, વસંત કુંજમાં એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button