GUJARAT

ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે? જાણો માવઠાનો શું છે અનુમાન

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે. કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જો કે 2 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક  ઘટાડો થશે.  10 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતાં અને ફેબ્રુઆરીમાં આગળ વધતાં  ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. માત્ર નલિયામાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 07 ડિગ્રીથી આસપાસ નોંધાયું છે. રાજકોટનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. ડિસા અને અમરેલી, ભૂજ, દિવ, દમણ, નું ની રાત્રિનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ, પોરબંદરનું રાત્રિનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બરોડાનું તાપમાન 13.8 નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે.  સરેરાશ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનો દાવો.. થોડા દિવસ માટે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. દિવસે ગરમી જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર  કર્યું છે. આમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢનો સમાવેશ થાય છે. જે પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. વરસાદ દરમિયાન આ રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરીએ રાજસ્થાન માટે વરસાદની ચેતવણી અને 1 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે.                                                                     

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button