PM મોદી ફરી ગુજરાત આવશે, જુઓ ક્યારે? ચર્ચાશે ચૂંટણી સહિતના વિવિધ મુદ્દાઓ


ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દેશના ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, એવામાં આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને સાણંદ, અમદાવાદ તથા ગાંધીનગરની મુલાકાત લેશે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાત ભાજપની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ કેવી ચાલી રહી છે, તે અંગે વડાપ્રધાન મોદી પોતે સમીક્ષા કરશે. PM મોદી સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શનની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન કામગીરીનું નિરીક્ષણ કરશે.PM મોદીની ગુજરાત મુલાકાત ખાસ કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ભાજપની ચૂંટણીની તૈયારીઓ, સંગઠન કેટલું મજબૂત છે અને ક્યાં સુધારો જરૂરી છે, આ તમામ મુદ્દે PM સ્વયં સમીક્ષા કરશે.
PM મોદીની મુલાકાત પહેલાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. નીતિન નબીન અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન કામગીરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત 19 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાત ભાજપ સાથે કમલમ ખાતે મહત્ત્વની બેઠક કરશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની વ્યૂહરચના અને તૈયારીઓ અંગે વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાંત, ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત વિધાનસભા સત્રમાં પણ હાજરી આપે એવી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપનું ટોચનું નેતૃત્વ ગુજરાત ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય થઈ ગયું છે. PM મોદી અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ બંનેની ટૂંક સમયમાં ગુજરાત મુલાકાત ભાજપ માટે ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની ગણાઈ રહી છે.




