GUJARAT

ઊંઝા-મહેસાણા રોડ પર અક્સ્માત, ઇકો ડિવાઇડર સાથે અથડાઈ, એકજ પરિવારના 4નાં મૃત્યુ

Oplus_131072

ઊંઝા-મહેસાણા રોડ પર ઉનાવા નજીક ઇકો કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં માતા-પિત્રા, પુત્ર સહિત પાંચ લોકોના મોત થાય છે. 4 મૃતક એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 6 લોકોને ઇજા થઇ છે. અમદાવાદમાં રહેતો આ પરિવાર રાજસ્થાનથી લગ્ન કરીને પરત અમદાવાદ ઘરે ફરી રહ્યો હતો, આ સમયે સ્પીડમાં આવતી ઇકો કાર ડિવાઇડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં પાંચના મૃત્યુ થયા છે.

મૃતકના નામ
1.રામલાલ લખાજી કુમાવત

2.કોમલ મદનલાલ કુમાવત

3.કૈલાશભાઈ રામલાલ કુમાવત

4.એક માસૂમ બાળક

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને રાજસ્થાનથી અમદાવાદ પરત ફરી રહ્યો હતો. આ સમયે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા નજીક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઇકો કાર જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર એટલી તીવ્રતાથી અથડાઇ હતી કે કારનો કૂચડો થઇ ગયો હતો. કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. 4 લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવા તીજવીજ હાથ ધરાઇ હતી. આ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પણ અવરોધાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button