World

ભારતથી પરત ફરી રહેલા ઈરાની જહાજ પર શ્રીલંકા પાસે સબમરિન હુમલો, અનેકના મોત-100થી વધુ ગુમ

Oplus_131072

શ્રીલંકાના દક્ષિણ કિનારે એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનેક લોકોના મોત થયાના અને 100થી વધુ લોકો પાણીમાં ડુબી ગયાના સમાચાર છે. ઈરાની જહાજ તરફથી કટોકટીનો કોલ મળ્યા બાદ શ્રીલંકાની સેનાએ વિશાળ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી. આ જહાજમાં 180 લોકો હાજર હતા.

શ્રીલંકાના નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ હુમલાની પુષ્ટિ કરી છે. આ ઈરાની જહાજ પર કુલ 180 લોકો સવાર હતા, જેમાંથી ઘણા લોકોના મોત થયા છે. હુમલામાં 101 લોકો ગુમ થયાના અને ૭૮ ઘાયલ થયાના અહેવાલ છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની જહાજ તરફથી કટોકટીનો સંકેત મળ્યા પછી શ્રીલંકાના નૌકાદળે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

નૌકાદળે અત્યાર સુધીમાં 32 ઈજાગ્રસ્તોને બચાવી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે પણ જણાવ્યું હતું કે, ડૂબતા જહાજના કર્મચારીઓને તબીબી સારવાર માટે કિનારે લાવવામાં આવ્યા છે. તેમણે આ કામગીરી વિશે વધુ વિગતો આપી ન હતી, જોકે શ્રીલંકાએ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપવાનો દાવો કર્યો હતો.

હાલમાં, જહાજના મૂળ સ્થાન અથવા તેમાં સવાર કુલ લોકોની સંખ્યા અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોઈ દેશ કે સંગઠને હજુ સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી. એટલે આ હુમલો કોણે કર્યો તેના પર હજુ પ્રશ્નાર્થ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button