Top In Ahmedabad

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત, 1 લાખ પ્રેક્ષકો માટે પોલીસનું સુરક્ષા કવચ તૈયાર

અમદાવાદના આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉમટવાના છે, ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. શું છે પોલીસનો માસ્ટર પ્લાન? જોઈએ આ ખાસ અહેવાલ.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે રનનો વરસાદ થશે, ત્યારે સુરક્ષાની જવાબદારી અમદાવાદ પોલીસના ખભે છે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયરમાં ચેકિંગ કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પોલીસની પ્રાથમિકતા દેશ વિરુધ્ધિ પ્રવૃત્તિને રોકવાની સાથે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે ભાગદોડ ન સર્જાય તેની તકેદારી રાખવાની છે.

  • 1 JCP અને 7 DCP મોનિટરિંગ કરશે.
  • 14 ACP, 30 PI અને 91 PSI મેદાનમાં રહેશે.
  • 2000 થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમના ખૂણેખૂણે તૈનાત રહેશે.

પોલીસ દ્વારા પ્રેક્ષકોને વિનંતી
બંદોબસ્ત વિશે માહિતી આપતા અમદાવાદ ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે કહ્યું કે, ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેડિયમની બહાર દર 00-100 મીટર પર બેરિકેટિંગકરવામાં આવ્યું છે. તેમજ મેચ જોવા આવતા રમતપ્રેમીઓ માટે 20 હજાર વાહનો પાર્ક કરી શકાય તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રેક્ષકોને વિનંતી કરીએ છીએ કે પોલીસને સહકાર આપે અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન લાવે. 

  • T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉમટવાના છે
  • આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો
  • સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
  • મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયરમાં ચેકિંગ કરવામાં આવશે
  • સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે
  • પોલીસની પ્રાથમિકતા દેશ વિરુધ્ધિ પ્રવુતિ ને રોકવાની સાથે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે ભાગદોડ ન સર્જાય તેની તકેદારી રાખવાની છે.

પોલીસે પ્રેક્ષકો માટે કડક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. સ્ટેડિયમમાં બેનર્સ, પાણીની બોટલ કે ફેંકી શકાય તેવી કોઈ પણ વસ્તુ લઈ જવા પર સખત મનાઈ છે. ચાહકો માત્ર કાપડનો બનેલો ભારતનો ઝંડો પોતાની સાથે લઈ જઈ શકશે. ચેકિંગ પોઈન્ટ પર કડક તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. ક્રિકેટના આ રોમાંચ વચ્ચે સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે અમદાવાદ પોલીસે કમર કસી છે અને આખું સુરક્ષા કવચ ઉભુ કર્યું છે. 

સ્ટેડિયમમાં ઠેર ઠેર ડીજીટલ સ્ક્રીન લગાવાયા છે. મુખ્ય દરવાજાથી પ્રવેશથી લઇ સ્ટેડીયમ એન્ટ્રી સુધી ડીજીટલ સ્ક્રીન થશે. ડિજીટલ સ્ક્રીન વડે પ્રક્ષકોને મેચની માહિતી મળશે. રેમ્પ પર રહેલા દર્શકો સ્ટેડિયમમાં પહોંચતા પહેલાં સ્ક્રીન પર મેચ નિહાળી શકશે. ફાઇનલ માટે આઈસીસી દ્વારા ગ્રાન્ડ ઓપનીંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરાયું છે. બોલિવુડના ટોચના સીંગર અને કલાકાર પરફોર્મ કરી શકે છે. બપોરે ત્રણ કલાકથી ઓડિયન્સને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. તો સાંજે પાંણા છ વાગે ઓપનીંગ સેરેમનીનો પ્રારંભ થશે. દર્શકો માટે પાણી, ઓઆરએસ અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે. દેશની જાણીતી હસ્તીઓ મેચ દરમિયાન ઉપસ્થિત રહી શકે છે.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button