GUJARAT

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી; કચ્છનું આ ગામ ભૂકંપના નિશાને, મોડી રાત્રે આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ ભાગોમાં જમીન નીચે થતી હલચલને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે, ત્યારે ખાસ કરીને કચ્છ જિલ્લો ફરી એકવાર ભૂકંપના ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના દૂધઈ પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે, કચ્છ જિલ્લાના દૂધઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રિના 10:52 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે લોકો ગાઢ નિદ્રાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલી ધ્રુજારીને કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) ના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે. ભૂકંપનું એપીસેન્ટર (કેન્દ્રબિંદુ) દૂધઈથી 20 કિમી દૂર ઉત્તર-ઉત્તર પૂર્વ (NNE) દિશામાં નોંધાયું છે.

જોકે, 3.4ની તીવ્રતાનો આ આંચકો મધ્યમ ગણી શકાય, પરંતુ કચ્છના સંવેદનશીલ ફોલ્ટ લાઈન પર આવેલા વિસ્તારોમાં વારંવાર આવતા આંચકાઓને કારણે સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. સદનસીબે, આ આંચકાને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. નિષ્ણાંતોના મતે, કચ્છમાં ભૂસ્તરીય હલચલને કારણે નાના-મોટા આંચકા આવવા એ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ લોકોએ સાવધ રહેવું અનિવાર્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button