National

ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભીષણ આગ લાગવાથી 6 લોકોના દુઃખદ મોત થયા છે. આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું કહેવાય છે. એક ઘરની બહાર ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ રહી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને ત્રણ  માળનું ઘર આગમાં લપેટાઈ ગયું. ઘટનાસ્થળે 10થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે સાત અન્ય લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, ઇન્દોરના તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ભીષણ આગ જોઈને રહેવાસીઓ અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી આવ્યા હતા. રહેવાસીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ એટલી ભયંકર હતી કે ઘરની અંદરથી ચીસો અને રડવાનો અવાજ સંભળાતો હતો, પરંતુ આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે અંદર પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. ફાયર ફાઇટરોએ ખૂબ જ પ્રયાસો પછી અંદર ફસાયેલા લોકો સુધી પહોંચ્યાં  પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ  સારવાર આપવાની ખાતરી આપી છે. આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરતી વખતે લેવાતી સાવચેતીઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

ઇન્દોરના કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મનોજ નામના એક ઉદ્યોગપતિના ઘરમાં આગ લાગી હતી. તેમના ઘરની બહાર ઇલેક્ટ્રોનિક્સ વાહન ચાર્જ થઇ રહ્યું છે. તેના કારણે શોર્ટ સર્કિટ થયું અને ત્રણ માળનું ઘર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયું.  ઘટનાસ્થળે 10 થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 6 અન્ય લોકોના મોત થયા હતા. આઠથી દસ ફાયર ફાઇટરોની ટીમ હાલમાં ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ આગ એટલી ભીષણ હતી કે આગમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ હતુ. જેથી આગમાં 6 લોકો જીવતા ભૂંજાયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button