GUJARAT

પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ દ્વારા પ્રાઈડ એલિટ હિંમતનગરનું ભવ્ય ઉદ્ઘાટન: 51 રૂમ્સ સાથે પ્રીમિયમ ડાઇનિંગ, બેન્ક્વેટ સ્પેસ અને તમામ પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ

પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ એ હિંમતનગરમાં પ્રાઈડ એલિટ હિંમતનગરના શુભારંભની જાહેરાત કરી છે. અમદાવાદ–ઉદયપુર હાઇવે પર વ્યૂહાત્મક રીતે સ્થિત અને અમદાવાદથી માત્ર 60 કિલોમીટર દૂર આવેલું આ આધુનિક 51 રૂમ્સ ધરાવતું હોટેલ બિઝનેસ તેમજ લેઝર પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ રહેવાની વ્યવસ્થા અને લક્ઝુરિયસ ડાઇનિંગનો ઉત્તમ સમન્વય પ્રદાન કરે છે.

હિંમતનગરના કેન્દ્રસ્થાને આવેલ આ હોટેલમાં ત્રણ વિશિષ્ટ રેસ્ટોરન્ટ્સ છે – કાસાબ્લાંકા, જ્યાં મલ્ટી-ક્યુઝિન વેજિટેરિયન ભોજનનો આનંદ માણી શકાય છે; સીઝલિંગ BBQ, જે રૂફટોપ લાઇવ ગ્રિલ્સ અને શહેરના મનમોહક નજારાઓ સાથે અનોખો અનુભવ આપે છે; તેમજ 360° રૂફટોપ રેસ્ટોરન્ટ, જે શાંત સાંજ અને યાદગાર ઉજવણીઓ માટે આદર્શ સ્થળ છે. આ ઉપરાંત, હોટેલમાં 7000 ચોરસ ફૂટથી વધુનું બેન્ક્વેટ સ્પેસ ઉપલબ્ધ છે, જે કોર્પોરેટ મીટિંગ્સ, કોન્ફરન્સ, લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યક્રમો માટે અનુકૂળ છે.

હોટેલનું ડિઝાઇન આરામ અને ભવ્યતાનો અનોખો અનુભવ આપે છે. આધુનિક ઇન્ટિરિયર્સ, સુસજ્જ રૂમ્સ અને આધુનિક સુવિધાઓ સાથે ડિલક્સ ટ્વિન, સુપિરિયર ટ્વિન, પ્રીમિયમ કિંગ, પ્રીમિયમ કિંગ વિથ બાથટબ અને લક્ઝુરિયસ પ્રાઈડ સુઈટ જેવી વિવિધ રહેવાની વિકલ્પો ઉપલબ્ધ છે. બિઝનેસ પ્રવાસીઓ માટે હાઈ-સ્પીડ વાઈ-ફાઈ અને નજીકના જીઆઇડીસી સુધી સરળ પહોંચ ઉપલબ્ધ હોવાથી આ હોટેલ આદર્શ પસંદગી બની રહે છે. જ્યારે લેઝર પ્રવાસીઓ માટે સ્પા અને રૂફટોપ ડાઇનિંગ જેવી વેલનેસ સુવિધાઓ દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ પછી આરામદાયક અનુભવ પ્રદાન કરે છે.

અતુલ ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ એ લોન્ચ અંગે જણાવ્યું હતું કે , “પ્રાઈડ હોટેલ્સ ખાતે અમે સતત એવા વ્યૂહાત્મક સ્થળોએ વિસ્તરણ કરવા પ્રયત્નશીલ છીએ, જ્યાં વિકાસની વિશાળ સંભાવનાઓ ઉપલબ્ધ હોય. ગુજરાત–રાજસ્થાન કોરિડોર પર વ્યૂહાત્મક રીતે આવેલ હિંમતનગર બિઝનેસ તેમજ લેઝર ટૂરિઝમ બંને માટે ઉત્તમ તક પ્રદાન કરે છે. પ્રાઈડ એલિટ હિંમતનગર દ્વારા અમે લક્ઝરી અને સુવિધાનો અનોખો સમન્વય રજૂ કરી રહ્યા છીએ, જ્યાં મહેમાનોને શ્રેષ્ઠ હૉસ્પિટાલિટી સાથે પ્રીમિયમ સ્ટેનો અનુભવ મળશે.”

કોસ્તુવા મુખર્જી, એવીપી – ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ગોવા, એ ઉમેર્યું હતું કે , “અમદાવાદ–ઉદયપુર હાઇવે પર આવેલ પ્રાઈડ એલિટ હિંમતનગરનું પ્રાઈમ લોકેશન અને ઔદ્યોગિક તેમજ બિઝનેસ હબ્સની નજીકતા તેને કોર્પોરેટ પ્રવાસીઓ માટે આદર્શ ગંતવ્ય બનાવે છે. સાથે જ, હોટેલની લેઝર સુવિધાઓ અને શાંત વાતાવરણ આરામદાયક ગેટઅવે ઈચ્છતા મહેમાનો માટે પરફેક્ટ પસંદગી છે. ઉત્તર ગુજરાતના હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં આ પ્રોપર્ટી મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અમને આશા છે.”

અજયભાઈ પટેલ સાથેની ભાગીદારીમાં, જેમણે હિંમતનગરમાં પ્રાઈડ બ્રાન્ડને સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, હોટેલનું વધુ વિસ્તરણ આગામી “રીગલ લૉન્સ બાય પ્રાઈડ” સાથે થવાનું છે. અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, “હિંમતનગરમાં પ્રાઈડ હોટેલ્સની શ્રેષ્ઠ હૉસ્પિટાલિટી લાવવા માટે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. ફેઝ-2 હેઠળ ‘રીગલ લૉન્સ બાય પ્રાઈડ’ લોન્ચ કરવામાં આવશે, જે 2,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ વિશાળ સ્થળ હશે અને મોટા ઇવેન્ટ્સ, લગ્ન સમારંભો તેમજ લેઝર પ્રવૃત્તિઓ માટે ડિઝાઇન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હિંમતનગરને કોર્પોરેટ અને સામાજિક કાર્યક્રમો માટે પ્રીમિયમ ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે.”

રોહિત મલૈયા, જનરલ મેનેજર, પ્રાઈડ એલિટ હિંમતનગર, એ અંતમાં જણાવ્યું હતું કે , “પ્રાઈડ એલિટ હિંમતનગર ખાતે અમારી પ્રાથમિકતા દરેક મહેમાનને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની છે. વિશાળ અને ભવ્ય રીતે ડિઝાઇન કરાયેલા રૂમ્સથી લઈને ખાસ રીતે ક્યુરેટ કરાયેલા ડાઇનિંગ અને ઇવેન્ટ સ્પેસ સુધી, અમે આરામ અને લક્ઝરીનો સુંદર સમન્વય સર્જ્યો છે. અમારી ટીમ ઉષ્માભર્યું આતિથ્ય અને વ્યક્તિગત સેવાઓ દ્વારા દરેક સ્ટેને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.”

પ્રાઈડ એલિટ હિંમતનગર ઉત્તર ગુજરાતના વિકસતા હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે. આગામી “રીગલ લૉન્સ બાય પ્રાઈડ” સાથે આ પ્રોપર્ટી બિઝનેસ તેમજ લેઝર પ્રવાસીઓ માટે પ્રીમિયર રિસોર્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button