Top In Ahmedabad

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ના હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ ટીઆરપી બેંકવેટ ખાતે યોજાયો

આજરોજ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ના હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ ટીઆરપી બેંકવેટ ખાતે યોજાયો.
રોટેરિયન નિરાલી પંડ્યા રોટરી ક્લબ મેજેસ્ટીના 22 માં પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો અને રોટેરિયન દીપકકુમાર સચિવ તરીકે શપથ લીધા.


આ પદ ગ્રહણ સમારંભમાં સંપૂર્ણ બોર્ડ ઓફ ડિરેક્ટર, પૂર્વ પ્રમુખશ્રી, ખજાનચી વગેરે સભ્યો પણ આ નવી ટીમનો ભાગ હોય રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના ડિસ્ટ્રીક ગવર્નર રોટરીયન નિમેશ રવાણી દ્વારા આ બધા રોટરીઓને શપથ અપાવી. સાથે સાથે આસિસ્ટન્ટ ગવર્નર વૈશાલી શ્રીમાળી દ્વારા નવા સભ્યો ને પણ રોટેરિયન તરીકે શપથ અપાવ્યા.


રોટરી ઇન્ટરનેશનલ 200થી વધારે દેશમાં ફેલાયેલી સંસ્થા છે જેમાં ૧૨ લાખ જેટલા રોટેરિયાનો સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે.
રોટરી મેજેસ્ટી ક્લબમાં આ 22 મુ વર્ષ છે.


રોટરી મેજેસ્ટી ના પરમેનેન્ટ પ્રોજેક્ટ
મેજેસ્ટી મિલ મિશન કે જે ભૂખ્યાને ભોજન માટે ચાલે છે.
સર્વાઇકલ કેન્સર પીડિત લોકો માટે રોટરી મેજેસ્ટી દર વર્ષે ફંડ રેસિંગ પ્રોગ્રામ કરી આર્થિક સહાય પૂરી પાડે છે.


મહિલાઓ માટે મફતમાં પેપટેસ્ટ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફતમાં ઓપરેશન અને દવાઓ પૂરી પાડવી
અત્યારે ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી ખૂબ જરૂરી હોય રોટરી મેજેસ્ટી અવારનવાર લોકોની જાગૃતિ માટે સાયબર અવેરનેસ સેમિનાર કરતી હોય છે.


રોડ અને ટ્રાફિક સેફટી માટે શાળાના બાળકોને પહેલેથી જ જ્ઞાન મળે એ માટે ટ્રાફિક પોલીસની મદદથી શાળાઓમાં રોડ ટ્રાફિક સેફટી અવેરનેસ ના કાર્યક્રમો કરે છે.


રાણીપ ખાતે આવેલી સરસ્વતી સ્કૂલમાં ગયા વર્ષથી બાળકોને જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ જેવી કે કપડાં, પુસ્તકો, રમકડા અને કોમ્પ્યુટર રોટરી મેજેસ્ટી આપી રહી છે.
અત્યારના સમયમાં નશાકારક વસ્તુઓ અને ડ્રગ્સ નું ચલણ વધી ગયું છે એના સંદર્ભમાં રોટલી મેજેસ્ટી શાળાકીય અને કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ કરે છે.


રોટરી પ્રમુખ નિરાલીબેન પંડ્યા ખૂબ જ ઉત્સાહી વ્યક્તિત્વ છે અને આ વર્ષ રોટરી માટે જરૂરીયાત મંદ લોકો માટે ખૂબ જ કામ કરવા તત્પર છે.
ખાસ કરીને નાની બાળાઓ ને માસિક સમય દરમિયાન ચોખ્ખાઈ રાખવાની અને એ માટે સેનેટરી નેપકીન તથા મેન્સ્ટ્રુઅલ કપ આ વર્ષે શાળાઓમાં જઈને ફ્રી માં કરવાના છે.


આ ઇન્સ્ટોલેશનમાં રોટરી ડિસ્ટ્રિક્ટ ના ભૂતપૂર્વ ગવર્નર તથા ઇનકમિંગ ગવર્નર સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ના ઘણા હોદ્દેદારો હાજર રહ્યા અને સાથે સાથે રોટરી મેજિસ્ટ્રી ના દરેક સભ્યો આ સરસ મજાના શપથ ગ્રહણમાં આનંદ માણ્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button