Top In Ahmedabad

અમદાવાદના બહેરામપુરામાં ST બસની ટક્કરે યુવકનું મોત

અમદાવાદના બહેરામપુરામાં મેલડી માતાના મંદિર ચાર રસ્તા પાસે એસટી બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજાઓ પોહચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના cctv સામે આવ્યા છે જેમાં અકસ્માત થતાં યુવક એક્ટિવા સાથે 5 ફૂટ જેટલો રોડ પર ઘસડાયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બહેરામપુરા સાંકળચંદ મુખીની ચાલીમાં 40 વર્ષીય હિતેષ ડાહ્યાજી ગેલોત છૂટક કાપડનો વેપાર કરતા હતા અને પત્ની અને 8 વર્ષના પુત્ર અને 4 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. ગત 16 ઓગસ્ટે સવારે તેઓ એક્ટિવા લઈને મિત્ર મહેન્દ્રભાઈને સંતોષનગર ખાતે મૂકવા માટે ઘરેથી નીકળ્યા હતા. મૂકીને પરત ઘરે જતા હતા ત્યારે હિતેષભાઈ બહેરામપુરા મેલડીમાતા મંદિર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.

ત્યારે પુરઝડપે ચલાવી આવી રહેલ ST બસના ચાલકે હિતેષભાઈની એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કરથી તેઓ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર તથા જમણા હાથમાં ઇજા થઈ હતી. જ્યારે એક્ટિવા પણ બસ નીચે કચડાઈ ગયું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા હિતેષભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં 6 દિવસની સારવાર બાદ હિતેષભાઈનું મોત નુપજ્યું હતું. આ અંગે પત્નીએ કૌશલ્યાબેને કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button