GUJARAT

 ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગની ઘટનાથી મોટી હોનારત થઇ છે. ગોધરાના બામરોલી રોડ સ્થિત વૃંદાવનનગર -2 એક મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી, જેમાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. મોતની ઘટના બનતતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. 

ગોધરમાં આગની ઘટનાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હોવાથી શોકનું મોજુ ફેલાઇ ગુય છે. પંચમહાલના ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર 2 માં આવેલા રહેનાક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં આગની ઘટનામાં દોશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત મોત થયા હતા. મૃતકમાં બે પુત્ર, માતા અને પિતાનો સમાવેશ થાય છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ હોલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં આગ લાગતા ગુંગરામણને કારણે મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે, જોકે, હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button