Top In Ahmedabad

અમદાવાદ જિલ્લામા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ! વાહનચાલકો માટે રસ્તો બંધ

ભારે વરસાદથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાટ ગામ અને બદરખા ગામ વચ્ચેના રોડ પર પાણી ભરાયેલા છે. રામપુરા ગામ પાસેથી પસાર થતો હાઈવે પાણીમાં ડૂબ્યો છે. પાણી ભરાયેલા રોડને કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો અને સ્થાનિકો બન્નેને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આસપાસના ખેતરોની હજારો વીઘા જેટલી ખેતરોની જમીનમાં પાણી ફરી વળ્યું..

આ તરફ ખેડા જિલ્લામા વાત્રક અને સાબરમતીના પૂરથી માતર તાલુકામાં તારાજી સર્જાઇ છે. પાલ્લા ગામમાં નદીઓના પાણી તટ તોડી ગામમા પ્રવેશ્યા છે, તો ખેતરો પણ જળબંબાકાર થતા પાકને મોટું નુકસાન થયું છે.

માત્ર ખેડા જ નહીં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ છે બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા છે.. ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button