GUJARAT

 ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ યુવતીની કરી નાખી કરપીણ  હત્યા

ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ એક અત્યંત આઘાતજનક અને કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીના ભાવિ પતિએ જ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગેની વિગતો મુજબ, ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા જૂના બંબાખાનાની પાછળના ભાગે આ ઘટના બની હતી. સોનીબેન નામની યુવતીની તેના ભાવિ પતિએ હત્યા કરી નાખી હતી. સૌથી દુઃખદ અને ચોંકાવનારી બાબત એ છે કે આ યુવતીના લગ્ન આજે જ થવાના હતા. લગ્નના બંધનમાં બંધાય તે પહેલાં જ તેના ભાવિ પતિએ કોઈ અગમ્ય કારણોસર યુવતીની હત્યા કરી નાખી હતી.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આરોપી ભાવિ પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા આ હત્યા પાછળનું સાચું કારણ શું છે અને લગ્ન પહેલાં જ કેવા સંજોગો ઊભા થયા, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button