National

આ તારીખથી દેશમાં બુલેટ ટ્રેન દોડતી થઇ જશે, રેલવે મંત્રીનું મોટું એલાન

આજે નવા વર્ષના પ્રથમ દિવસે બુલેટ ટ્રેનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્વતમાં ભારતીય રેલવેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાનો છે. દેશને પહેલી વખત બુલેટ ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ 2027થી ભારતની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે.

આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. તેમણે મજાકિય અંદાજમાં કહ્યું હતું કે, “બુલેટ ટ્રેનની ટિકિટ હમણાંથી જ બુક કરી લો, ટ્રેન સમયસર આવી જશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, સરકાર પ્રોજેક્ટને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે.

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સુરત ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કરતા ઇજનેરો તથા કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી હતી.વડા પ્રધાને કર્મચારીઓની મહેનતની પ્રશંસા કરી અને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે. આ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ભારતની પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રેલવે મંત્રીએ વધુમાં માહિતી આપી કે, વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેનનો પહેલો રૂટ ગુવાહાટીથી કોલકાતા સુધીનો રહેશે. ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. તેમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ, વધુ સલામતી અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button