GUJARAT

ગુજરાત ATSએ નવસારીથી લશ્કરના મોટા આતંકીને ઝડપી પાડ્યો, હથિયારો પણ મળ્યાં

આતંકવાદ વિરુદ્ધ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. પોલીસ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. આ આતંકી જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત હતો. ગુજરાત ATSએ મોટી કાર્યવાહ કરીને મૂળ યુપીના રામપુરના નરપત નગરના રહેવાસી ફૈઝાન શેખની નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

આતંકી ફૈઝાન શેખ દેશમાં આતંકી ગતિવિધિને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. પકડાયેલો આતંકી પસંદગીના અમુક ચોક્કસ લોકોની હત્યા કરીને ભય અને દહેશત ફેલાવવાની યોજના બનાવી રહ્યો હતો. તે જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના વિચારોથી રેડિકલાઇઝ થયો હતો.આતંક ફેલાવવાના ઇરાદે ગેરકાયદે આતંકી પાસે હથિયાર અને કારતૂસ મેળવ્યા હતા, જેને પોલીસે આતંકી પાસેથી જપ્ત કરી લીધા છે. આતંકી ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુરના નરપત નગરનો રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે. ATSએ આતંકીની ધરપકડ કરવામાં આવી અને તેની વધુ પૂછપરછ અને કડક તપાસ ચાલુ છે.

ત્રણ મહિના અગાઉ ગુજરાત ATSએ અમદાવાદના અડાલજથી 3 ISIS આતંકીઓની ધરપકડ કરીને દેશમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ કરી દીધું હતું. આ આતંકીઓમાંથી એક હૈદરાબાદ અને બે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. આ આતંકીઓ પાસેથી પોલીસે 3 પિસ્તોલ, 30 કારતૂસ અને ભારે પ્રમાણમાં કેમિકલ જપ્ત કર્યું હતું. આ આતંકીઓને કેટલીક ખાસ અને સંવેદનશીલ જગ્યાઓ પર હુમલા કરવાના નિર્દેશ મળ્યા હતા. જો કે પોલીસે તેમને પકડીને તેમના ષડ્યંત્રનો પર્દાફાશ કરી દીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button