દુર્ઘટનાના અડધો ક્લાક પહેલા અજિત પવારે એક્સ પર પોસ્ટ કરી લાલા લજપત રાયને આપી હતી શ્રદ્ધાંજલિ


મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશ થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારનું મોત નીપજ્યું છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તેના અડધો કલાક પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લાલા લજપત રાયને યાદ કર્યા હતા. અને જેમાં તેમણે મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રણેતા, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી
નોંધનીય છે કે, અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે બારામતી જઈ રહ્યા હતા. જિલ્લા પરિષદની ચૂંટણીઓ 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાવાની છે, અને અજિત પવારે આ ચૂંટણીઓ સંબંધિત બારામતીમાં સભાઓનું આયોજન કર્યું હતું. તે સભાઓ પહેલાં જ આ અકસ્માત થયો હતો.




